દીકરીઓ જાગૃત બને તેવા ઉદેશ સાથે તા.10થી 14 દરમિયાન 5 દિવસમાં ફિલ્મના 15 શોનું આયોજન મોરબી : મોરબીમાં દીકરીઓ જાગૃત બને તેવા આશયથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ધ કેરેલા ફાઇલ્સ ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા 5 દિવસમાં 3000 બહેનો અને દીકરીઓને ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવી છે. લવજેહાદ અને આતંકી સંગઠન જેવા વિષય સાથે બનેલી ફિલ્મ ધ કેરેલા ફાઇલ્સ હાલ સિનેમા ઘરોમાં ચાલી રહી છે. મોરબીમાં પણ વધુમાં વધુ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ આ ફિલ્મ જોવે અને જાગૃત બને માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગત તા.10થી14 દરમીયાન નિઃશુલ્ક શોનું આયોજન કર્યું હતું. મહિલાઓને કોઈ મૂશ્કેલી ન પડે તે માટે અગાઉ થી જ રજિસ્ટ્રેશન થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ રજિસ્ટ્રેશન નંબર પર ખૂબ મોટી સંખ્યામા મહિલાઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. 5 દિવસ દરમિયાન પ્રતિ દિવસ ત્રણ શો એમ કુલ 15 જેટલા શો યોજાયા હતા. જેમાં 3000 મહિલાઓ તથા વિધાર્થીનીઓએ નિઃશુલ્ક શો નિહાળ્યો હતો.