માળીયા તાલુકાના સરવડ ગામના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ માળીયા : માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા જેરામભાઈ લક્ષમણભાઈ સરડવા ઉ.75 નામના વૃદ્ધે ફેફસાની બીમારીની કંટાળી ગત તા.7 મે ના રોજ એસિડ પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવતા ગઈકાલે તા.13ના રોજ રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.