માળીયા (મી.): ગત તારીખ 9 મે ને મંગળવારના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે રાજ્ય કક્ષાની સ્ટેમ ક્વિઝ 2023 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળીયા તાલુકાની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય કુંતાસીની બે વિદ્યાર્થિનીઓએ 1 થી 5 નંબરમાં સ્થાન પ્રાપ્ત કરી શાળા પરિવાર તેમ જ ગામનું નામ રોશન કર્યું છે. જેના અનુસંધાને તારીખ 12 મેના રોજ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર- મોરબી દ્વારા વિજેતા થયેલા મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓનું સન્માન જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા અને શિક્ષણ અધિકારી રાણીપા સાહેબના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં બસિયા વિણાને ટેબલેટ અને સોઢીયા પૂજાને રોબોટિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા પામેલી બંને વિદ્યાર્થિનીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવાયા છે.