મોરબી : મોરબીના રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીના મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રામધન આશ્રમ ખાતે મા ઉમિયા માતાજીના મંદિરના પટોત્સવ પ્રસંગે મંદિરના મહંત ભાવેશ્વરી માના સાનિધ્યમાં ધ્વજારોહણ, મહાયજ્ઞ, મહાઆરતી, સમૂહ પ્રસાદ વગેરેનું આયોજન કરાયું હતું. જેનો લાભ મહેન્દ્રનગર અને આસપાસના ગામના લોકોએ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ત્રિભોવનભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દલસુખભાઈ, ભુદરભાઈ, કરશનભાઇ, ખીમજીબાપા, કેશુભાઈ, સેવક બહેનો, રેવાબા, ખોડીયા સાહેબ, મહેશભાઈ, અરજણભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હોવાનું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું.