આરોપીઓના કપડા અને મોબાઈલ કબ્જે લેવાયા, કેફી પીણાનું સેમ્પલ લેબમાં મોકલાવાયું મોરબી : મોરબીમાં પરિણીત મહિલાને ઓફિસમાં બોલાવી ઘેની પદાર્થ પીવડાવી ચાર શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યાના બનાવમાં FSLએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ ચારેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. મોરબીમાં બ્યુટી પાર્લર ધરાવતા પરિણીત મહિલા રાત્રે લગ્નની સિઝનને કારણે મોડે સુધી પોતાના પાર્લર ઉપર હાજર હતા ત્યારે બાજુમાં ઓફિસ ધરાવતા શખ્સે પરણિત મહિલાને પોતાની ઓફિસમાં બોલાવી ઘેની પીણું પીવડાવી દેતા તેઓ બેભાન બની ગયા હતા અને સભાન અવસ્થામાં આવતા જ તેમની બાજુમાં એક શખ્સ કઢંગી હાલતમાં હોવાનું જણાતા ચોકી ઉઠી સમગ્ર બનાવ અંગે પોતાના પતિને જાણ કરતા આ ચોંકાવનારી અને મોરબી માટે ચિંતાજનક ઘટનામાં સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ચાર આરોપીઓ ધરમ ઉર્ફે ટીનો પ્રવિણભાઇ ચૌહાણ (ઉ.વ.25), યશ વિશ્વાસભાઈ દેસાઈ (ઉ.વ.20), અભય ઉર્ફે અભિ દિનેશભાઇ જીવાણી (ઉ.વ. 20), રવિ દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.21)ની ધરપકડ કરી હતી. રિમાન્ડની જરૂર ન હોય, પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. બીજી તરફ આરોપીઓના કપડા અને મોબાઈલ કબ્જે લેવાયા છે. આ બનાવમાં FSL દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કેફી પીણાં સહિતના સેમ્પલ લઈ તેને લેબમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.