જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ તથા એ.એન.એમ. ટ્રેનિંગ સ્કૂલ દ્વારા નર્સિંસ ડે ઉજવાયો મોરબી : મોરબીની જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ તથા એ.એન.એમ. ટ્રેનિંગ સ્કૂલ દ્વારા ગઈકાલે તારીખ 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સિસ ડેના રોજ તમામ નર્સિસના પ્રણેતા ફ્લોરેન્સ નાઇન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે હોસ્પિટલના તમામ નર્સિસ દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના જેવી મહામારીમાં નર્સિસ દ્વારા દર્દીઓ પ્રત્યે અદભૂત કામગીરી કરવામાં આવી હતી જેથી તેઓ સમાજમાં મસીહા તરીકે ઊભરી આવ્યા હતા તથા દેશ અને દુનિયામાં નર્સિસનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે ઉજવણીના ભાગરૂપે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.દૂધરેજીયા, આર.એમ.ઓ. ડો.સરડવા, આસિસ્ટન્ટ આર.એમ.ઓ. ડો.કાલરીયા, ડો.જગદીશ કૈલા, ઈન્ચાર્જ ડીન ડો. સંજય વિકાણી, ડો.હીરેનભાઈ, ડો.સુષ્મા દૂધરેજીયા, ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ ચક્ષુ રંજન, પ્રિન્સીપાલ રમેશભાઈ જીવાણી, ઇન્ફેકશન કન્ટ્રોલ નર્સ ઇપ્તલકુમાર કૈલા ઉપસ્થિત રહ્યા હતા. ઈન્ટરનેશનલ નર્સિસ ડેની ઉજવણી રૂપે સ્વાગત સમારોહ, દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, ફ્લોરેન્સ નાઇન્ટીંગલ ડે સ્પીચ, બેટી બચાવો સ્પીચ, દેશભક્તિ ગીત, CPR ડાન્સ, હેન્ડ વોશીંગ ડાન્સ, સાહિત્યકાર સ્પીચ, ડ્રામા વગેરે તથા રમત ગમત જેવી કે સંગીત ખુરશી, લીંબુ ચમચી, રસ્સા ખેંચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફ્લોરેન્સ નાઇન્ટીંગલનો નર્સિગ પ્રોફેશનમાં ફાળો, નર્સિસનું મહત્વ અને બલીદાન વિશે તમામ નર્સિસને સમજણ આપી હતી. આ ખાસ દિવસ પર ANM નર્સિગ સ્કૂલને એક નવું વોટર કુલર ડો. દૂધરેજીયા દ્વારા ફાળવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ મોરબીના સત્તાધિશ, તમામ નર્સિસ તથા નર્સિગ સ્ટુડન્ટે ભારે જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.