મોરબી : મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના નર્સિંગ સ્કુલ દ્વારા નર્સ ફલોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના જેવી મહામારીમાં જેમને એક મસીહા બનીને કામગીરી કરેલ છે તેવા તમામ નર્સના પ્રણેતા ફ્લોરિન્સ નેન્ટીંગલના આજરોજ જન્મદિવસ નિમિતે ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ક્રિષ્ના નર્સિંગ સ્કૂલ દ્વારા ફ્લોરિન્સ નેન્ટીંગલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ક્રિષ્ના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર રમેશભાઈ કૈલા એ નર્સિંગ પ્રોફેસરમાં ફ્લોરિન્સ નેન્ટીંગલનો ફાળો અને બલિદાનના મહત્વ વિશે તમામ નર્સિસ ને સમજણ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ નર્સીસ , હોસ્પિટલના તમામ ડોક્ટરે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં હોસ્પિટલના ડાયરેક્ટર ડો. વિનોદ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.