મોરબી : વડોદરા ડિવિઝનમાં આવેલ રનોલીઅને બાજવા સ્ટેશન વચ્ચે સ્થિત બ્રિજ નંબર 614 પર ગર્ડર લોંચ કરવા માટે એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવશે જેના લીધે રાજકોટ ડિવિઝન થી પસાર થનારી જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ આંશિક રીતે રદ કરવામાં આવેલ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, 14 મી મે, 2023 (રવિવાર) ના રોજ, ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગર સ્ટેશનથી રવાના થઈ ને અમદાવાદ સ્ટેશન સુધી જશે. આમ આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. [caption id='attachment_200685' align='alignnone' width='300'] 1278345107[/caption]