મોરબીઃ ભાજપ દ્વારા તાજેતરમાં વિવિધ ઝોનના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ તરીકે મોરબીના અનિલભાઈ જેઠલોજાની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ કો-ઓર્ડિનેટર ડો. પંકજભાઈ શુક્લ તથા સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ સહ કન્વીનર મનનભાઈ દાણી સાથે સંકલન કરી દક્ષિણ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્ર ઝોનના સોશિયલ મીડિયા વિભાગના ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની જાહેરાત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ તરીકે મોરબીના અનિલભાઈ જેઠલોજાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે તેઓને ચો તરફથી શુભેચ્છા મળી રહી છે.