મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમા આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી નજીકથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે આરોપી મહેબૂબભાઈ ઉર્ફે મોબલો સુલેમાનભાઈ સુમરાને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના એક ડબલા કિંમત રૂ.100 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.