હળવદના રાતાભેર નજીક વૃધ્ધે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


વૃધ્ધ મૂળ મધ્યપ્રદેશના અને હાલ પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા

હળવદ : હળવદ તાલુકાના રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા વૃધ્ધે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું છે.

બનાવની જાણ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાતાભેર ગામ નજીક અનેક પવનચક્કીઓ આવેલી છે. જેમાની એક પવન ચકીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા મધ્યપ્રદેશના રામનરેશ ચોરોજીલાલ ઉંમર વર્ષ 60 એ આજે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ મોત વહાલું કરી લીધું હતું.

- text

જેથી મૃતકની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી સરકારી હોસ્પિટલ ખાતે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બનાવ ને પગલે પોલીસ હોસ્પિટલે દોડી આવી મૃતકે કયા કારણોસર આત્મહત્યા કરી છે.? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.વધુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ મધ્યપ્રદેશના હોય અને એકલા જ રાતાભેર ગામ નજીક પવનચક્કીમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા હતા જેથી આ બનાવની જાણ તેઓના પરિવારજનોને કરવામાં આવી છે.

- text