વડાપ્રધાન ૧૨મીએ મોરબી જિલ્લાના ૩૫ આવાસોનો કરાવશે ગૃહપ્રવેશ

- text


મોરબી : મોરબી જિલ્લા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ આગામી તા.૧૨.૦૫.૨૦૨૩ના રોજ યોજાશે. વડાપ્રધાન ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજવાના છે.

લાભાર્થીઓના ગૃહપ્રવેશનો આ કાર્યક્રમ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાનાર ગાંધીનગર ખાતેના કાર્યક્રમની સમાંતર મોરબી જિલ્લામાં પણ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે મોરબી જિલ્લાના તમામ તાલુકામાંના કુલ ૨૦ ગામોના ૩૫ લાભાર્થીઓનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવશે. જે અન્વયે હળવદ તાલુકાનું ૧, માળિયા તાલુકાનાં ૨, મોરબી તાલુકાના ૫, ટંકારા તાલુકાનાં ૭ અને વાંકાનેર તાલુકાનાં ૨૦ એમ કુલ 35 ઘરોનું લોકાર્પણ કરવામાં આવશે.

- text

- text