સતત બે દિવસથી 23 ટીમોએ વિવિધ વિસ્તારો ધમરોળી 430 કનેકશન ચેક કરી 74 માંથી વીજ ચોરી પકડી પાડી મોરબી : મોરબી, માળિયા અને ટંકારામાં સતત બે દિવસથી PGVCL દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 23 ટીમોએ વિવિધ વિસ્તારો ધમરોળી 430 કનેકશન ચેક કરી 74 માંથી વીજ ચોરી પકડી પાડી રૂ. 36 લાખનો દંડ ફટકાર્યો છે. પીજીવીસીએલ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ ચોરીની પ્રવૃત્તિને ડામવા માટે ખાસ ચેકીંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જેમાં 2 દિવસથી 23 ટીમ દ્વારા મોરબી, માળીયા અને ટંકારમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ટિમો દ્વારા ટોટલ 430 કનેકશન ચેક કરવામાં આવતા 74 માંથી વીજ ચોરી પકડાઈ છે. જેમાં કુલ 36.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ટીમોએ કુલ રેસિડેન્સીયલ 324 કનેકશન ચેક કરી 47 કનેકશનથી રૂ. 20.65 લાખની વીજ ચોરી જ્યારે વાણિજ્યમાં 106 કનેકશનમાં ચેકીંગ હાથ ધરી જેમાંથી 27 કનેકશનમાંથી રૂ. 15.05 લાખની ચોરી ઝડપી પાડી છે.