મોરબી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપીના ઉમેદવારે ધમકી આપતા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ મામલે કાલે બુધવારે એસપીને રજુઆત કરવામાં આવનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર કોગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન બીજેપીના ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા ધમકીઓ આપેલ તે બાબતે મોરબી એસપીને કાલે તા.10ને બુધવારે રજુઆત કરવામાં આવશે. આ તકે જિલ્લા/તાલુકા/શહેર ના હોદેદારો, આગેવાનો કાર્યકરો,દરેક ફંટલ/ સેલના હોદ્દેદારો, કાર્યકરોએ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે તેમ જિલ્લા કોંગ્રેસ દ્વારા જણાવાયુ છે.