મોરબી : આવતીકાલે તા. ૧૦ને બુધવારના રોજ ૬૬ કે.વી સબ સ્ટેશન લીલાપર ખાતે સમાર કામની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી જેલ રોડ ફીડર સવારે ૦૭:૦૦ થી સાંજના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં વણકરવાસ, રબારીવાસ, વાલ્મીકીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ આવાસ ક્વાટર્સ,બોરીચા વાસ,ગૌશાળા રોડ,સ્લમ ક્વાટર્સ, કાલિકા પ્લોટ, મતવા વાસ, ખડિયા વાસ,લીલાપર રોડ મફતિયાપરા,મકરાણી વાસ, નીલકમલ સોસાયટી, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી,સબ જેલ,વાંકાનેર દરવાજા સુધીના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.