મોરબી : મોરબીના ઘુંટુ તેમજ નીચી માંડલ ઔધોગિક પેટા વિભાગ હેઠળના વિતારોમાં આવતીકાલે તારીખ 10 મેના રોજ વીજપુરવઠો મેંટનન્સ હેતુ બંધ રાખવામાં આવશે. આવતીકાલે નીચીમાંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા બધા ફિડરમાં -નીચી માંડલ ગામ તથા આસપાસના વિસ્તારમાં સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. જ્યારે વિવાન્ટા ફિડરમાં આવતાં બધા કનેક્શન તથા શિવપાર્ક સોસાયટી-1 તથા 2માં સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.