- text
કાલે બુધવારથી બે દિવસ ગ્રુપ વીમા પોલિસીનો કેમ્પ, બુધવારે ધ્રુવ સંકલ્પ યોજના પીપીએફ કેમ્પ અને શુક્રવારના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના કેમ્પ યોજાશે
મોરબી : આવતીકાલથી બે દિવસ માટે મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે ગ્રુપ વીમા પોલિસીનો કેમ્પ રાખવા આવેલ છે. આ સાથે કાલે બુધવારે ધ્રુવ સંકલ્પ યોજના પીપીએફ કેમ્પ અને શુક્રવારના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના કેમ્પ પણ યોજાનાર છે.
મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ માં આગામી દિવસોમાં તા.૧૦ના રોજ ધ્રુવ સંકલ્પ યોજના પીપીએફ કેમ્પ અને તા.૧૨ના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજના ૦ થી ૧૦ વર્ષ સુધીની કન્યા માટે રાખવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારના ૯ થી ૧:૩૦ સુધીનો રહેશે. કેમ્પમાં ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવશે તથા મહિલા સન્માન બચત પત્રમાં વધુમાં વધુ રૂપિયા બે લાખ સુધી રોકાણ કરી શકાશે ધ્રુવ સંકલ્પ યોજના ₹૫૦૦ થી ખાતું ખોલી શકાશે અને સુકન્યા સમૃદ્ધિ યોજના ₹૨૫૦ થી ખાતું ખોલી શકાશે.
- text
આ ઉપરાંત તા.૧૦અને ૧૧ના રોજ સમય સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ સુધી ફક્ત વાર્ષિક ૪૦૦/- રૂપિયા સુધીના પ્રીમીયમમાં આકસ્મિક ૧૦ લાખના વીમાં સાથે મેડિકલ સુવિધા મળશે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ અને વારસદાર નું આધાર કાર્ડ સાથે રાખવું.
કેમ્પનો મોટી સંખ્યામાં ગ્રાહકોએ લાભ લેવા લેવો તેવું ભાવિનભાઈ ગોહિલ સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ મોરબી સબ ડિવિઝન અને જે આર રાવલ પોસ્ટ માસ્તર મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવવામાં આવેલ છે.
- text