એસઓજી પોલીસે માળીયાના યુવાન અને હથિયારધારક વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધ્યો મોરબી : ખોટા સીન સપાટા કરવા માટે ફેસબુક ઉપર બંદૂક સાથેના ફોટા અપલોડ કરનાર યુવાન તેમજ આ યુવાનને બંદૂક આપનાર હથિયાર પરવાના ધારક વિરુદ્ધ મોરબી એસઓજી ટીમે આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી અટકાયતમાં લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી દ્વારા માળીયાના જુનેદ શકુરભાઈ જેડા નામના યુવાને પોતાના ફેસબુક આઇડી ઉપર પોતાના પાસે હથિયાર પરવાનો ન હોવા છતાં સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે બાર બોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કરતા આ મામલે એસઓજી ટીમે જુનેદને ઝડપી લીધો હતો. સાથે જ જુનેદને પોતાનું પરવાનાવાળું હથિયાર આપનાર આરોપી અવેશ કાદરભાઈ ભટ્ટીને પણ અટકાયતમાં લઈ હથિયાર પરવાનાની શરતનો ભંગ કરવા બદલ બન્ને વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર્ડ કરાવ્યો હતો.