મોરબીના ગાળા ગામે નવા બનતા પુલ ઉપર ચાલવા બાબતે બે યુવાનોને માર પડ્યો

- text


મોરબી : મોરબીના ગાળા ગામે બની રહેલા નવા પુલ ઉપરથી ચાલવા મામલે બે યુવાનોને બે શખ્સોએ માર મારતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ગાળા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હોય અહીં નાખવામાં આવેલા મંડપનું રખોપુ કરવા જઈ રહેલા રાહુલભાઈ કેશુભાઈ જીતિયા અને મહેન્દ્રભાઇ નામના વ્યક્તિ નવા બની રહેલા પુલ ઉપર પગપાળા ચાલવા જતા આરોપી નોંઘાભાઈ ગાભાભાઈ ભીલ અને દિનેશ નોંધાભાઈ ભીલ રહે.બન્ને જેતપર વાળાઓએ પુલ ઉપર ચાલવાની ના પાડી ગાળો આપી લોખંડના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર કરી નાખતા મોરબી તાલુકા પોલીસ મથકમાં રાહુલભાઈએ ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text