શરીરના બે કટકા થઈ ગયા : પોલીસ દ્વારા બનાવના કારણ અંગે તપાસ હાથ ધરાઈ હળવદ : હળવદમાં ટ્રેન હડફેટે એક યુવાનનું મોત નિપજ્યાંનો બનાવ સામે આવ્યો છે. જેમાં આ યુવાનના શરીરના પેટના ભાગેથી રીતસર બે કટકા થઈ ગયા હતા. આ મામલે હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની સામે ટ્રેન હેઠળ આવી જતા મકવાણા જગદીશ શિવાભાઈ ઉ.વ. 22 વર્ષનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ રેલવે અને પોલીસની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી. આ યુવાને આત્મહત્યા કરી કે આકસ્મિક રીતે ટ્રેન હેઠળ આવી ગયો તે મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.