મોરબીના બહાદુરગઢ ગામેથી ગુમ થયેલ યુવતી ઉતરપ્રદેશથી મળી આવી

- text


પ્રેમસંબંધને કારણે જાતે ઘર છોડ્યું હોવાની કબૂલાત બાદ બન્ને પક્ષે રાજીખુશીથી છૂટાછેડા લીધા

મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની વતની યુવતી ગત જાન્યુઆરી 2023મા મકનસર નજીકથી ગુમ થયા બાદ ઉત્તરપ્રદેશથી મળી આવી હતી. પોલીસ સમક્ષ હાજર થયેલ યુવતીએ પોતે પ્રેમ સંબંધમાં રાજીખુશીથી યુપીના યુવાન સાથે ગઈ હોવાનું અને લગ્ન કર્યાનું જાહેર કરી બન્ને પક્ષે લગ્નજીવનનો રાજીખુશીથી અંત લાવી છૂટાછેડા કર્યાનું પણ જાહેર કર્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.27 – 1 – 23ના રોજ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના વતની ગૌરીબેન નામની યુવતી મકનસર ગામ પાસે આવેલ કૃષ્ણ વિજય નળીયાના કારખાના નજીકથી ગુમ થયા હોવાની તેમના પરિવારે તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી. બાદમાં યુવતી ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના બુઢાનુપર વિસ્તારમાંથી મળી આવી હતી.

- text

લાપતા બનનાર ગૌરીબેને પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, ઉતરપ્રદેશના રવીકુમાર કાલીચરણ રામ સાથે પ્રેમસંબંધ હોય રાજીખુશીથી તેઓ ગયા હતા અને નોટરી સમક્ષ લગ્ન કર્યા હોવાનું જણાવી હવે માતાપિતા સાથે રહેવું હોય બન્ને પક્ષે રાજીખુશીથી છૂટાછેડા કર્યા હોવાનું પણ જાહેર કરાયું હતું.

- text