આજે બે દિકરીઓના લગ્ન પ્રસંગે 11, 11 હજાર ભેટ અપાયા મોરબી : આજે સાપર ગામના યુવા સરપંચ અને ગામના આગેવાન રવિરાજસિંહ હરદેવસિંહ જાડેજાએ ગામની બે દીકરીઓને કન્યાદાનમાં 11 હજાર રૂપિયાની ભેટ આપી હતી. આજ રોજ ગામની કોળી સમાજના ડુંગરભાઈ શિવાભાઈની દીકરીઓ ડિમ્પલબેન તથા દિવ્યાબેનના લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ તકે ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજાએ બન્ને દિકરીઓને 11-11 હજાર રૂપિયાની ભેટ આપી હતી અને નવદંપતીને આશીર્વાદ આપી સુખી લગ્નજીવનની શુભકામના પાઠવી હતી. આ તકે સંકલ્પ કરાયો હતો કે સાપર ગામની કોઈપણ સમાજની દીકરીના લગ્ન યોજાશે તો સરપંચ દ્વારા રૂપિયા 11 હજારની ભેટ આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસરપંચ શિવરાજસિંહ, સભ્ય હરપાલસિંહ, ઇન્દુભા, જયદીપસિંહ, યોગરજસિંહ તથા યુવા આગેવાન લકિરાજસિંહ અને સંદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા.