સાંધા, સ્નાયુ કમર, ગરદન, ગોઠણ, ખભા, એડી, મણકા વગેરેનો દુઃખાવો, લકવો, નસની તકલીફ, ત્રાસી ડોક, ગાદી-મણકાના ઘસારા, ફેક્ચરની તકલીફ, રમત-ગમતથી થયેલ ઇજાઓ, સાંધા બદલાવ્યા પછીની તકલીફ સહિતની સમસ્યાઓની આધુનિક મશીન અને કસરત દ્વારા સચોટ સારવાર મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સ્વસ્તિક ફિઝિયોથેરાપી ક્લિનિકનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે નિમિત્તે સેવાકીય ઉજવણીના ભાગરૂપે આગામી રવિવારે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ સામે ન્યુ હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 3 વર્ષથી સ્વસ્તિક ફિઝિયોથેરાપી ક્લિનિક કાર્યરત છે. અહીંના નિષ્ણાંત ફિઝિયોથેરાપિસ્ટ ડો. દીપાલી ફેફર B.P.T. (GPC 3926) દ્વારા અત્યાર સુધીમાં અનેક સફળ નિદાન - સારવાર કરવામા આવી છે. અહીંથી અનેક દર્દીઓએ સંતોષકારક પરિણામ મેળવ્યા છે. આ ક્લિનિકનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો હોય અહીં તા.7મેને રવિવારે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સાંધાનો દુઃખાવો, સ્નાયુનો દુઃખાવો, લકવો, મોંનો લકવો, જન્મથી નસની તકલીફ, જન્મથી ડોક ત્રાસી રાખવી, ડોક તેમજ કમરના મણકા અને ગાદીના ઘસારાને કારણે થતી તકલીફ, ફેકચર પછીની તકલીફ, રમત-ગમતથી થયેલ ઇજાઓ, સાંધા બદલાવ્યા પછીની સારવાર તેમજ કમર, ગરદન, ગોઠણ, ખભા, એડી વગેરેનો દુઃખાવો સહિતની સમસ્યાઓની આધુનિક મશીન અને કસરત દ્વારા સારવાર કરવામાં આવશે. કેમ્પનો લાભ લેવા દર્દીઓએ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કેમ્પમાં આવતી વેળાએ દર્દીઓએ જુના રિપોર્ટ પણ સાથે રાખવાના રહેશે. રજીસ્ટ્રેશન માટે મો.નં.90992 46889 સ્વસ્તિક ફિઝિયોથેરાપી ક્લિનિક ન્યુ હાઉસિંગ બોર્ડ, માર્કેટિંગ યાર્ડ સામે, શનાળા રોડ, મોરબી