સમગ્ર જિલ્લામાં હવે સાત જ એક્ટિવ કેસ મોરબી : મોરબી શહેર અને જિલ્લો કોરોના મુક્તિ તરફ આગેકૂચ કરી રહ્યો હોય તેવી સ્થિતિમાં આજે એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી, સાથે જ એક્ટિવ કેસ ઘટીને 7 થયા છે. મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે શહેર અને જિલ્લામાં કુલ મળી 352 શંકાસ્પદ સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવતા એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલમાં જિલ્લામાં એકટિવ કેસ ઘટીને 7 થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.