- text
વાડીમાં ઝાડ સાથે લટકીને જીવ દીધો
મોરબી : મોરબીના ખાનપર ગામે 14 વર્ષની તરુણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ તરુણીએ વાડીમાં ઝાડ સાથે લટકીને જીવ દીધો હોવાનું બહાર આવ્યું છે.
- text
મોરબીના ખાનપર ગામે સીમ વિસ્તારમાં રહેતી વિનાબેન જવલાભાઈ પરમાર નામની 14 વર્ષની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ગામના રમેશભાઈ ભવાનભાઈની વાડીએ આજે ઝાડ સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી તરુંણીએ ક્યાં કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસના એન.જે.કડીયા ચલાવી રહ્યા છે.
- text