મોરબી : આવતીકાલ તારીખ 2/5/2023 ને મંગળવારના રોજ ધર્મવિજય રેસીડેન્સી, સરદારનગર સામે, છાત્રાલય રોડ, મોરબી મુકામે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ-પીઠડનું પ્રખ્યાત રામામંડળ ભજવાશે. સંદીપભાઈ બચુભાઈ સનારીયા (99257 25437) દ્વારા આયોજિત આ રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં રજૂ થશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મપ્રેમીઓને જાહેર અનુરોધ કરાયો છે.