મોરબી : દેશમાં સમલૈંગિક અને વિપરીત લિંગી વ્યક્તિઓના લગ્નના અધિકારને લઈને કાનુની લડત ચાલી રહી છે ત્યારે મોરબીની મહિલાઓ દ્વારા વિવિધ તાર્કિક કારણો સાથે સમલૈંગિક વ્યક્તિઓના લગ્નને કાનૂની માન્યતા ન આપવામાં આવે તેવી રજૂઆત સાથે મોરબીના મહિલાઓ દ્વારા મોરબી જીલ્લા કલેકટર જી. ટી. પંડ્યાને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.