મોરબી : મોરબીના બાળકો વિવિધ સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કાઠું કાઢી રહ્યા છે ત્યારે મોરબીના બે ટ્વીન્સ એટલે કે જોડિયા ભાઈઓ રાષ્ટ્રીય કક્ષાએ ફૂટબોલ રમવા માટે ગોવા જઈ રહ્યા છે. મોરબીના લક્ષ્મીનારાયણ સોસાયટીના શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ચંદુભાઈ પ્રજાપતિના બે પૌત્ર જય અને જેનિલ નરેન્દ્રભાઈ પ્રજાપતિ આગામી તારીખ 1 મેના રોજ ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગોવા જશે અને રાષ્ટ્રીય કક્ષાએ રમશે. હાલ બન્ને ભાઈઓ કાસા બરવાણી રેસિડેન્ટલ સ્પોર્ટ્સ એકેડમીમાં તાલીમ લઈ રહ્યા છે અને તેઓ ઓલ ઈન્ડિયા અન્ડર-15 ગોવા ટુર્નામેન્ટમાં ભાગ લેશે.