મોરબી : કમોસમી વરસાદને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તારીખ 3જી મે સુધી તમામ આવક બંધ રહેશે. જેથી ખેડૂતોને માલ ન લઈને આવવા માર્કેટિંગ યાર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે. ગઈકાલે મોરબી સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે યાર્ડમાં રહેલી જણસી પલળી ગઈ હતી. ત્યારે હજુ પણ વરસાદની આગાહી હોય તકેદારીના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આગામી તારીખ 3જીમે સુધી ખેડૂતોને જણસી લઈને ન આવવા તાકીદ કરવામાં આવી છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ લઈને ન આવવું તેમ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ વૈષ્નાણીએ જણાવ્યું છે.