મોરબી : નવલખી બંદરે આજે એસઓજીની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં અન્ય કોઈ વાંધાજનક વસ્તુઓ સામે આવી ન હતી. પરંતુ એક બોટ નિયમ પ્રમાણે ટોકન ઇસ્યુ કર્યા વગર માછીમારી કરી રહી હોય, તેના ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવલખી બંદરના એમ.બી.જેટી નજીક આવેલ જુમાવાડી ક્રીકમાં મામલીયા ટાપુ બાજુથી દરીયામાં એક બોટ માછીમારી કરી પરત આવતી હોય જેથી તેને રોકાવી કાંઠા પાસે લાવી ચાલકનું નામ પૂછતાં તેને હુશેનભાઇ ઇસ્માઇલભાઇ નંગામણા ઉ.વ.૩૫ હોવાનુ જણાવ્યુ હતું. તેની પાસે બોટના રજીસ્ટ્રેશન કાગળો માંગતા લાયસન્સ રજુ કરતા બોટ રજી સ્ટ્રેશન નંબર IND-GJ-36-MO-08 હોય તેમજ દરીયામાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવતુ ટોકન તેને લીધેલ ન હોવાની કબૂલાત આપી હતી. આમ તેને ગુજરાત મત્સ્યોધોગ (સુધારા) વટહુકમ ૨૦૨૦ ની કલમ ૭(૪) તથા ૨૧(૧)ચ મુજબ ગુન્હો કરતા તેની સામે માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ સબળસિંહ વાઘુભા સોલંકી, હેડ કોન્સ.જુવાનસિંહ ભરતસિંહ રાણા, મુકેશભાઇ વાલજીભાઇ જોગરાજીયા, મહાવિરસિંહ અનિરૂધ્ધસિંહ પરમાર, પો.કોન્સ.આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, સામતભાઇ છુસીયા સહિતના રોકાયેલ હતા.