જેલ રોડ ઉપર પગપાળા જતી વખતે ચક્કર આવતા મૃત્યુ મોરબી : અંગ દઝાડતી ગરમીમાં ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેક આવવાના અને અચાનક મૃત્યુના બનાવોમાં વધારો થયો છે ત્યારે મોરબીના જેલ રોડ ઉપર પગપાળા જઈ રહેલા યુવાનને અચાનક ચક્કર આવતા પડી જવાથી ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કાલીકા પ્લોટ વિસ્તારમાં રામદેવપીરના મંદીર પાસે ભવાની સોડા વાળી શેરીમાં રહેતા જીતેન્દ્રભાઇ અશોકભાઇ મોરવાડીયા ગત તા.25 ના રોજ બપોરે જેલ ચોક પાસે ચાલીને જતા હતા ત્યારે અચાનક ચક્કર આવતા રસ્તા ઉપર પડી જતા માથાના ભાગે ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.