લગ્નજીવન દરમિયાન શારીરિક માનસિક ત્રાસ આપી ચારિત્ર્ય ઉપર શંકા કરી સિતમ ગુજારતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ મોરબી : મોરબી શહેરના મહેન્દ્રપરામા રહેતા પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી ચારિત્ર્ય ઉપર શંકા કરી લાકડી વડે માર મારતા મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ, જેઠ, જેઠાણી, સાસુ અને સસરા સહિતના 9 સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમા રહેતા રેશ્માબેન ઈમરાનભાઈ ગાલાબ નામના પરિણીતાએ મોરબી મહિલા પોલીસ મથકમાં તેમના પતિ ઈમરાનભાઈ આમદભાઈ, જેઠ ગુલામભાઈ આમદભાઈ, જેઠાણી ફરીદાબેન ગુલામભાઈ, જેઠ સલીમભાઈ આમદભાઈ, જેઠાણી સાયમાબેન સલીમભાઈ, જેઠ મુસાભાઈ આમદભાઈ, જેઠાણી સાહીનબેન મુસાભાઈ, જેઠ આદમભાઈ અને સાસુ હલીમબેન આમદભાઈ તેમજ સસરા આમદભાઈ જુમાભાઈ વિરુદ્ધ ઘરકામ બાબતે અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપી પતિ, જેઠ અને જેઠાણીઓ દ્વારા લાકડી વડે માર મારવાની સાથે ચારિત્ર્ય ઉપર શંકા કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. વધુમાં છેલ્લા ત્રણ વર્ષથી પરિણીતા ઉપર ગુજારતા સિતમ મામલે મહિલા પોલીસે હાલમા રેશ્માબેનની ફરિયાદને આધારે આઈ.પી.સી.કલમ ૪૯૮(ક),૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.