મોરબી: મોરબીમાં લોકસેવક ગોકળદાસ ભાઈ પરમારની સ્મૃતિને કાયમી જાળવી રાખવા માટે તા. ૨૮ એપ્રિલને શુક્રવારે સવારે ૮ કલાકે દોશી એમ. એસ અને ડાભી એન. આર. હાઈસ્કૂલના પ્રાંગણમાં સાંસ્કૃતિક હોલની ભૂમિ પૂજનની વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ મોહનભાઈ કુંડારીયા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મે રજાની ગ્રાન્ટમાંથી બનનાર આ સાંસ્કૃતિક હોલનું ભૂમી પુજન બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરવામાં આવશે. આ ભૂમી પુજન વિધિમાં મોરબીની જનતાને ઉપસ્થિત રહેવા પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન. બી. શીરવી, ટ્રસ્ટી નવીનભાઈ દોશી, ટ્રસ્ટી ગણેશભાઈ ડાભીએ નિમંત્રણ પાઠવ્યું છે.