મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદીર સામે રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે આવી જતા સોખડા નજીક અતિથિ પેપરમિલમાં કામ કરતા કરણ બુદ્ધસેન નામના અઢાર વર્ષીય યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.