મોરબીઃ મોરબીના નવા બસ સ્ટેશન પાસે જીઆઈડીસી મેઈન રોડ પર સંસ્કાર ઈમેજિંગ હોલ ખાતે આગામી તારીખ 27 એપ્રિલના રોજ ફેફસાની તંદુરસ્તી સબંધિત કેમ્પ યોજાશે. 27 એપ્રિલ ને ગુરુવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન યોજાનાર આ કેમ્પનો ફેફસાની તંદુરસ્તી સબંધિત તકલીફ ધરાવતા દર્દીઓ લાભ લઈ શકશે. સાથે જ નિઃશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ મેળવવા માટે મો.નં. 97277 22763, 87582 52352, 87800 15571 પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.