મોરબી : મોરબીમાં 15 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મના બનાવને ઠેર ઠેર વખોડી કાઢવામાં આવ્યો છે. ત્યારે આપના અગ્રણી પંકજ રાણસરિયા દ્વારા યોગ્ય તપાસની માંગ સાથે ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવશે. આ મામલે પંકજ રાણસરિયાએ જણાવ્યું છે કે દીકરીને ફસાવીને બ્લેક મેઈલ કરવામા આવી છે. દીકરીની ઉમર તો નાબાલિક છે પરંતુ સામેના વ્યક્તિએ સમજી વિચારી નેજ આવુ કૃત્ય કર્યું છે. આવનારા સમયમા આવા બનાવો બંધ કરાવવા માટે આવા લુખ્ખા તત્વોને જાહેરમા સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામા આવે. જેથી બીજા લોકોને આવુ કામ કરતા ડર લાગે અને સમાજમા એક સારુ વાતાવરણ બની રહે. આવા લોકોને કડકમા કડક સજા થાય તેના માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવામા આવશે તેમજ મોરબીના જાગૃત નાગરિકો આવા બનાવો વિશે જાગૃત બનો. ક્યાય પણ આવા બનાવો ધ્યાનમા આવે તો અમારો સંપર્ક કરો. તેમ યાદીમા જણાવાયું છે.