મોરબી : વિભિન્નક્ષેત્રે મોરબીના દીકરા-દીકરીઓ સફળતાનાં શિખરો સર કરી ઝંડા ગાળી રહ્યા છે ત્યારે મોરબીની દીકરીએ તાજેતરમાં માઉન્ટ આબુ ખાતે રોક ક્લાઈમિંગ એટલે કે પર્વત ચઢાણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સતવારા સમાજ અને મોરબીનુ નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર સ્વામિ વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ બેઝિક કોર્ષ ઈન રોક ક્લાઈમિંગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના શીતલબેન કણઝારિયાએ માઉન્ટ આબુ એવરેસ્ટ ઉપર સવા બે (2.2) કિલોમીટરની સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધામાં બીજો નંબર દિલ્હી નિવાસી પ્રિયંકા વર્માએ તેમજ તૃતિય નંબર અમેરિકાના જાહેજએ પ્રાપ્ત કર્યો છે. શીતલબેનએ સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લા, સતવારા સમાજ, જાગીબાપા પરિવાર તેમજ માતા-પિતાનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આવનારા દિવસોમાં દરેક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સમગ્ર દેશ દુનિયામાં નામના મળે તેવી સમાજના અગ્રણી કે.કે.પરમારે શુભેચ્છા પાઠવી હતી.