મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવા બની રહેલા ચાર માળના બિલ્ડીંગમા બીજા માળે બાલ્કનીમાં મારબલની પટ્ટીઓને પાણી છાંટતા હતા તે સમયે પગ લપસી જતા નીચે પટકાઈ જતા નેપાળના વતની પાર્વતીકુમારી રામબહાદુર શાહ નામના 36 વર્ષીય મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.