વાંકાનેર : વાંકાનેર નવાપરા ખડીપા પટ્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેઓ પાસેથી રૂ. ૧૫ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસે બાતમીના આધારે વાંકાનેર નવાપરા ખડીપા પટ્ટમાં જાહેરમા જુગાર રમતા ગફારભાઇ ઇસ્માઇલભાઇ મોવર ઉવ.૪પ રહે વાંકાનેર મિલપ્લોટ વાંકાનેર, અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ ઉવ.૨૨ રહે સિટી સ્ટેશન રોડ વાંકાનેર, ઇસ્માઇલભાઇ મામદભાઇ શેખ ઉ વ-૩૭ રહે.સિટી સ્ટેશન રોડ વાંકાનેર, ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખ ઉ.વ-૧૯ રહે. સિટી સ્ટેશન રોડ વાંકાનેર, શાંતીબેન ભીમજીભાઇ રાઠોડ ઉ.વ-૫૦ રહે.વાંકાનેર ખડીપરા નવાપરા, રેશ્માબેન ઇસ્માઇલભાઇ શેખ ઉ.વ૩૫ રહે. સિટી સ્ટેશનરોડ વાંકાનેરને રોકડા રૂપીયા ૧૫,૪૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પો.હેડ.કોન્સ ચશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, હરદીપસિંહ ઝાલા, પો.કોન્સ પરબતભાઈ મર્યા, પ્રતિપાલસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ઝાલા તથા ધર્મરાજભાઈ ગઢવી સહિતના જોડાયેલ હતા.