જિલ્લામાં 1763 જગ્યા સામે માત્ર 1528 અરજીઓ આવી : 1528 અરજી માંથી 1010 મંજુર અને 117 રિજેક્ટ, 401 અરજી કેન્સલ મોરબી : મોરબીમાં આરટીઇ અંતર્ગત ફોર્મ ભરવા અને ફોર્મની ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. સામાન્ય રીતે દર વખતે શાળામાં ધો.1માં પ્રવેશ માટે માન્ય જગ્યા કરતા દોઢ ગણા કે ડબલ ગણા ફોર્મ ભરાતા હોય છે. પણ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે જગ્યા કરતા ફોર્મ ઓછા ભરાયા છે. એક તો ઓછા ફોર્મ ભરાયા હોય એમાં પણ કોઈને કોઈ ખામીથી 40 ટકા અરજીઓ રિજેક્ટ તેમજ કેન્સલ થઈ છે. મોરબી જિલ્લામાં આરટીઇ હેઠળ ધો 1માં પ્રવેશ માટે કુલ 182 શાળાઓમાં 1763 જગ્યાઓ છે. ત્યારે હવે આરટીઇ હેઠળ ફોર્મ ભરવાની અને આજે ફોર્મ ચકાસવાની કામગીરી પણ પુરી થઈ ગઈ છે. જો કે આ વખતે જગ્યા કરતા ઓછા ફોર્મ ભરાયા છે. જેમાં કુલ 1763 જગ્યા સામે માત્ર 1528 અરજીઓ આવી હતી.1528 અરજીઓમાંથી માત્ર 1010 જ અરજીઓ મંજુર થઈ છે. તેમજ જેમાં 117 અરજીઓ રીજેક્ટ થઈ છે. આ અરજીઓ રિજેક્ટ થવાનું કારણ અરજીમાં તારીખ ખોટી હોય, જન્મતારીખ, આવક અને સરનામું ખોટું દર્શાવ્યું હોય એવા બધા કારણોસર આ અરજીઓ નામંજુર થઈ છે. જ્યારે શરૂઆત ફોર્મ ભર્યું હોય ત્યારે ઘણી બધી માહિતી ભૂલ ભરેલી હોવાથી ફોર્મ ભરતા જ તરત કેન્સલ થયેલા 400થી વધુ ફોર્મ છે. આ રીતે જોઈએ તો કુલ 1528 જેટલી અરજીઓ થઈ હતી. આ વર્ષે છ વર્ષનું બાળક હોય ત્યારે જ ધો.1માં પ્રવેશ મળે એમ હોય પણ ભૂલભરેલી માહિતીને કારણે ઘણા બધા શરૂઆતમાં ફોર્મ રદ થયા હતા. એક તો ઓછી અરજી આવી એમાં પણ ભૂલભરેલી માહિતીથી ફોર્મ રિજેક્ટ થતા હવે કુલ 1763 જગ્યા સામે માત્ર 1010 અરજીઓ મંજુર થઈ છે.