વાંકાનેર : વાંકાનેરના જુના કણકોટ ખાતે આવેલ ઘીયાવડ પ્રા.શાળા ઇકો સેન્સેટિવ ઝોન માં આવતી શાળા છે. જેમાં સામાજિક વનીકરણ રેન્જ ફોરેસ્ટ વિભાગ વાંકાનેર તરફથી વન્યપ્રાણી વ્યવસ્થા અને વિકાસની યોજના કાર્યક્રમ હેઠળ શાળાના ધોરણ : 1 થી 8ના વિદ્યાર્થીઓ માટે વન્ય પ્રાણી અને વન સંરક્ષણ અન્વયે ચર્ચા સભા અને સેમિનારનું આયોજન કરીને બાળકોમાં વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ વિષે માહિતગાર કરવા હેતુ પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ગામના સરપંચ બટુકસિંહ ઝાલા, SMC અધ્યક્ષ અને સભ્યો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. સાથે જ શાળાના તમામ વિદ્યાર્થીઓને તેમના તરફથી ફૂલ ગુજરાતી થાળીનો જમણવાર પણ ગોઠવવામાં આવેલ હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ફોરેસ્ટ વિભાગના અધિકારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી.એન. દઢાણીયા, ઇન્ચાર્જ વનપાલ-મહીકા એ. કે.માલકીયા અને વનરક્ષક-સિંધાવદર કે. વી. રોજસરા અને વિડી રામપરાના ફોરેસ્ટ કર્મચારીગણ વિપુલભાઈ ગોહિલ, જયદીપસિંહ ઝાલા અને અન્ય તથા શાળાના શિક્ષકગણએ જહેમત ઉઠાવી હતી.