મેડિકલ કેમ્પનો ગરીબ દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો મોરબી: મોરબીમાં આજે ડોક્ટર પ્રશાંત મેરજાની પુણ્ય સ્મૃતિમાં ગરીબ દર્દીઓ માટે નિદાન અને સર્વનું આયોજન કરવામાં આવ્યું હતું આ સારવાર કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સંતો, ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, સિરામિક એસોસિએશનના પ્રમુખ અશ્વિનભાઈ બોપલીયા, પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, નર્મદા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કે. કે પરમાર, પૂર્વ ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, ડો. જયંતીભાઈ ભાડેશિયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, નગરપાલિકાના પૂર્વ કાઉન્સીલર દેવાભાઈ અવાડીયા, સુરેશભાઈ દેસાઈ, પ્રભુભાઈ ભૂત, ભાવેશભાઈ કંજારિયા, સુરેશભાઈ સિંહોરિયા, માવજીભાઈ કંજારીયા, ચુનીલાલ પરમાર, રાજેશભાઈ ભીમાણી તથા મેરૂભાઈ કંજારીયા, હંસરાજભાઈ પાંચોટીયા, કિરીટભાઈ મેરજા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નિદાન તથા સારવાર કેમ્પમાં ડો. ભાવિન ગામી, ડો. હિતેષ કણઝારિયા, ડો. શરદ રૈયાણી, ડો. યોગેશ પેથાપરા, ડો. આશિષ રાંકજા, ડો. અલ્પેશ ફેફર, ડો. ભાવેશ શેરસીયા, ડો. મેહુલ પનારા, ડો. કૃષ્ણ એ. ચગ એ સેવા આપી હતી.