મોરબી : મોરબીમાં ધો. ૧૦,૧૨ અને ગ્રેજ્યુએટ પછી ઉચ્ચતર અભ્યાસ થકી ઉજ્જવળ કારકિર્દીની તકો માટે રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તા. ૩૦ એપ્રિલને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાકે સંસ્કાર બ્લડ બેંક, જી. આઈ. ડી. સી. મેઈન રોડ, સ્વામિનારાયણ મંદિર પાછળ, શનાળા રોડ ખાતે વિનામુલ્યે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના નિષ્ણાંતો દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ સરકારની વિવિધ સ્કોલરશીપની યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે. મોરબી તેમજ આસપાસના વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાવવા માટે bit.ly/gunimeet23 રજીસ્ટ્રેશન લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું જરુરી રહેશે. તેમજ વધુ માહિતી માટે 1800 233 12345, 63596 63005, 7600995104 પર સંપર્ક કરવાનો રહેશે. આ સેમિનારનો વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ લેવા રોટરી ક્લબના સભ્યોએ નિમંત્રણ પાઠવ્યું છે.