મોરબી : મોરબી હળવદ રોડ ઉપર શબરી હોટલ નજીક અજાણ્યા આઇસર ચાલકે જીજે - 36 - AE - 6156 નંબરના બાઈક ઉપર જઈ રહેલા ઉર્વીશ મનોજભાઇ ધાંધરેશા તથા અજય નામના યુવાનને હડફેટે લેતા ઉર્વીશને માથાના ભાગે તેમજ ગુપ્ત ભાગે ઇજાઓ પહોચતા મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અજયને ગંભીર ઇજાઓ પહોચતા સારવારમાં ખસેડવામાં આવેલ છે. બનાવ અંગે મૃતક ઉર્વીશના પિતા મનોજભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.