માળીયા : માળીયા તાલુકાના જુના અંજીયાસર ગામે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી કરીમભાઈ સલેમાનભાઈ માણેક, આમીન સલેમાનભાઈ માણેક અને રફીકભાઈ હાસમભાઈ મોવર નામના શખ્સોએ ફરિયાદી નુરુદિનભાઈ નૂરમામદભાઈ સામતાણી અને આદિલ સાથે ઝઘડો કરી છરી વડે હુમલો કરી ધોકા વડે માર મારતા ત્રણેય વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.