મોરબી: આર્ટ ઓફ લિવિંગ મોરબી દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના જન્મદિવસ નિમિત્તે આગામી તારીખ 9 થી 14 મે સુધી હેપીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત સવારે અને બપોરે એમ બે બેચનું આયોજન કરવામાં આવ્યું છે. બંને બેચ શ્રી શ્રી હોલ, રવાપર રોડ ખાતે યોજાશે. જેમાં ટીચર મનસુખભાઈ અને નયનાબેન ભાલોડીયા ઉપસ્થિત રહેશે. આ હેપીનેસ પ્રોગ્રામમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સવારે 5 થી 8ની બેચમાં જોડાવા માટે http://aolt.in/700317 આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. જ્યારે બપોરે 3 થી 6 વાગ્યા સુધીની બેચમાં જોડાવા માટે http://aolt.in/700319 આ લીંક પરથી ફોર્મ ભરી શકાશે. વધુ માહિતી માટે મનસુખભાઈ ભાલોડિયા મો.નં. 9727715551 અથવા નયનાબેન ભાલોડિયા મો.નં. 9925108422 પર સંપર્ક કરવા જણાવાયું છે.