છેલ્લા 15 દિવસથી એકદમ ગટર જેવું ગંધાતુ પાણી આવતું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં એકદમ ગટર જેવું દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હોવાથી રોગચાળો વકરવાની ભીતિ સર્જાય છે. છેલ્લા 15 દિવસથી નળ વાટે એકદમ ગટર જેવું દુર્ગધ મારતું દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટર જેવું દૂષિત પાણી આવી રહ્યું છે. જેમાં નળ વાટે એકદમ ગટર જેવું અને કેમિકલ યુક્ત ફીણવાળું પાણી આવતું હોય લોકો પીવામાં તો ઠીક વાપરવામાં પણ ઉપયોગમાં લઇ શકતા નથી. જ્યારે પાણી વિતરણ થાય ત્યારે ઘરોમાં નળ ચાલુ કરે ત્યારે એકદમ દૂષિત પાણી આવે છે. આ પાણી એકદમ ગટર જેવું ગંધાતુ હોય છે. આ અંગે સ્થાનિક રહીશ જેસિંગભાઈ શુકલે જણાવ્યું હતું કે, ફૂલ વાસ મારતું દૂષિત પાણી આવે છે તે મામલે નગરપાલિકામાં રજુઆત કરી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી ન કરતા ઘણા દિવસીથી દૂષિત પાણી આવી રહ્યું છે. પાણીની લાઈન લીકેજ હોય ગટરનું પાણી ભળી જતું હોય થોડીવારમાં આ દૂષિત પાણી આવ્યા બાદ સારું પાણી પણ આવે છે. પણ આ દૂષિત પાણી આવતું હોય કોઈ કામમાં ઉપયોગમાં લઇ શકાતું ન હોવાથી આ અંગે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.