ટંકારા : ટંકારા-અમરાપર રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને રોકડા રૂપીયા-૩૧,૪૦૦ સાથે એલસીબી દ્વારા ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી દ્વારા ટંકારા-અમરાપર રોડ પર આસુન્દ્રા નદીના કાંઠે બાવળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા રમેશભાઇ રણછોડભાઇ કોરીંગા ઉ.વ. ૪૮ રહે. ટંકારા લોવાસ, રાજીવભાઇ કેશવજીભાઇ પાચોટીયા ઉ.વ. ૪૦ રહે. ટંકારા ગાયત્રીનગરવાળાને રોકડા રૂ.૩૧,૪૦૦/- સાથે પકડી પાડી આરોપીઓ સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. આ કામગીરીમાં ડી.એમ.ઢોલ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પીએસઆઇ કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં.