ટંકારા : ટંકારા તાલુકાના હિરાપર ગામે આવતીકાલે તારીખ 22 એપ્રિલના રોજ રામામંડળ રમાડવામાં આવનાર છે. આવતીકાલે 22 એપ્રિલ ને શનિવારના રોજ રાત્રે 8 કલાકે હિરાપર ગામે આવેલી પટેલ સમાજવાડી ખાતે દિનેશભાઈ પોપટભાઈ સવસાણી દ્વારા રામામંડળ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીપળી ગામનું પ્રખ્યાત જય નકળંગ ધણી રામામંડળ દ્વારા સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સૌ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે.