જંગલ વિસ્તારને અડીને આવેલ વાડીમાં દીપડો ત્રાટક્યો : વનવિભાગની ટિમ બનાવ સ્થળે વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકામાં દીપડો સતત આતંક મચાવી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રીના સમયે વાંકાનેર તાલુકાના જાલસીકાની સીમમાં જંગલ વિસ્તાર નજીક આવેલી વાડીમાં દીપડો ત્રાટક્યો હતો અને એક સાથે બે વાછરડીના મારણ કરતા વનવિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. વાંકાનેર વનવિભાગના અધિકારી નરોડીયાના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રીના સમયે વાંકાનેર તાલુકાના જાલસીકાની સીમમાં જંગલ વિસ્તાર નજીક આવેલી હેમંતભાઈ ડાંગરની વાડીમાં દીપડો આવ્યો હતો અને વાડીમાં બાંધેલી બે આઠ આઠ મહિનાની વાછરડીઓનું મારણ કર્યું હતું. હાલમાં વણાંકનેર વનવિભાગની ટીમ બનાવ સ્થળે હોવાનું અને ખેડૂતને વળતર સહિતની બાબતોને લઈ કાર્યવાહી શરૂ કરી હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.